મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણમાં કાઉન્સિલિંગથી બચી 40 થી વધુ યુવતીઓની અમૂલ્ય જિંદગી

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે પાટણ જિલ્લામાંથી એક સકારાત્મક ચિત્ર સામે આવ્યું

તસવીર: gstv

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે પાટણ જિલ્લામાંથી એક સકારાત્મક ચિત્ર સામે આવ્યું છે, જ્યાં ધારપુર સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આત્મહત્યા કરવા જતી 40 થી વધુ યુવતીઓનું સફળ કાઉન્સિલિંગ કરી નવજીવન આપવામાં આવ્યું છે. ચાલુ વર્ષે 31 ઓગસ્ટ સુધી આર્થિક તંગી, પ્રેમમાં નિષ્ફળતા, મૈત્રી કરાર અને માનસિક તાણ જેવા કારણોસર 25 થી 40 વર્ષની વયના લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે 60 થી 70 ટકા નોંધાયું છે. તાજેતરમાં જ સાંતલપુર તાલુકાની એક હતાશ યુવતીએ આ સેન્ટરનો સંપર્ક કરતા કર્મચારીઓની સમજાવટથી પોતાનો આપઘાતનો વિચાર પડતો મૂક્યો હતો. પારિવારિક વિવાદો ઉકેલવા વિવાદને બદલે સંવાદ અપનાવવો અનિવાર્ય છે.

આ સમાચાર શેર કરો