VIDEO: CAPF અને આસામ રાઇફલ્સના કર્મચારીઓ માટે ડેપ્યુટેશનનો સમયગાળો વધારીને 7 વર્ષ કરાયો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને આસામ રાઇફ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને આસામ રાઇફલ્સના કર્મચારીઓ માટે પાંચ મુખ્ય કેન્દ્રીય એજન્સીઓમાં ડેપ્યુટેશનનો સમયગાળો પાંચથી વધારીને સાત વર્ષ કરી દીધો છે. આ નિર્ણય હેઠળ CBI, NIA, NSG, NCB અને NDRF જેવી એજન્સીઓનો સમાવેશ થાય છે…..ગૃહ મંત્રાલયના પોલીસ-2 ડિવિઝન દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. અગાઉ NSG અને CBI દ્વારા આ સમયગાળો લંબાવવા માટે વિનંતી કરવામાં આવી હતી, જેને CAPF અને આસામ રાઇફલ્સ સાથે પરામર્શ કર્યા બાદ મંજૂર કરવામાં આવી છે. આ ફેરફારથી એજન્સીઓમાં કર્મચારીઓનું સંસ્થાકીય જ્ઞાન અને અનુભવ જાળવી રાખવામાં મદદ મળશે.




