મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીના ફતેહપુર બેરી વાલ્મીકી બસ્તીમાં પાણી ભરાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું

આજે ફરી એક વખત દિલ્હીમાં ભારે વરસાદ આફતનું કારણ બન્

તસવીર: gstv

આજે ફરી એક વખત દિલ્હીમાં ભારે વરસાદ આફતનું કારણ બન્યો છે..દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં આવેલી વાલ્મીકી બસ્તીમાં જળબંબાકાર સર્જાતા ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા જ વરસાદમાં રસ્તાઓ અને ગલીઓ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને તેમનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગટરના ગંદા પાણી ઉભરાવાને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યક્ત થઈ રહી છે. પ્રશાસનની ઘોર લાપરવાહી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની તીવ્ર માંગ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો