મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: "સરકારને દેશના અર્થતંત્રની કોઈ ચિંતા જ નથી!" : સચિન પાયલટે આર્થિક સંકટ સામે વગાડી ખતરાની ઘંટડી!

"The government has no concern for the economy of the country!" : Sachin Pilot rings alarm bells against financial crisis! | રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની

તસવીર: gstv

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા લેવાયેલા નિર્ણયો અને વ્યાજદરમાં વધારાના પગલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પાયલટે આક્ષેપ કર્યો છે કે સરકારના નાણાકીય ગેરવહીવટનો સીધો ભોગ દેશનો મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગ બની રહ્યો છે.

લોન અને EMI મોંઘા થતાં મધ્યમ વર્ગ પર બોજ વધશે

મીડિયા સાથે વાતચીત કરતાં સચિન પાયલટે જણાવ્યું હતું કે, "સરકારનું નાણાકીય ગેરવહીવટ, વધતા ઓઇલ અને એલપીજી ગેસના ભાવ તથા ખાદ્ય મોંઘવારી દેશના મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગ માટે સીધો ફટકો સાબિત થશે. RBI દ્વારા વ્યાજદરમાં વધારો સીધો ફુગાવા સાથે જોડાયેલો છે. તમામ બેંકોના વ્યાજદરો વધશે, જેનાથી લોન અને માસિક હપ્તા (EMI) વધુ મોંઘા બનશે."

મોંઘવારી કાબૂમાં લેવામાં અને રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ

કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓની આકરી ટીકા કરતાં તેમણે ઉમેર્યું હતું કે, "દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ અંગે સરકાર સંપૂર્ણપણે બેપરવાહ દેખાઈ રહી છે. મોંઘવારી પર કાબૂ મેળવવામાં, નવી નોકરીઓનું સર્જન કરવામાં અને નવા રોકાણો લાવવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે અને આ તેમની એક મોટી નિષ્ફળતા છે."

પાયલટે પોતાના નિવેદનમાં આકરા શબ્દો વાપરતાં સ્પષ્ટ કહ્યું કે, વ્યાજદરોમાં વધારો કરીને સામાન્ય માણસના ખિસ્સા હળવા કરવાનું કામ થઈ રહ્યું છે, જે મોંઘવારીના માર વચ્ચે જીવતા સામાન્ય પરિવારની કમર તોડી નાખશે.

આ સમાચાર શેર કરો