મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હોટલમાંથી મળેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો

પાટણની જાણીતી હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવવા બાબતે મોટો ખુલાસો થયો છે.. પોલીસની તપાસમાં સામે

તસવીર: gstv

પાટણની જાણીતી હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવવા બાબતે મોટો ખુલાસો થયો છે.. પોલીસની તપાસમાં સામે આવ્યું કે મહિલાના પતિએ જ તેની હત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં પોલીસે તુરંત જ હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.હોટલના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગણતરીના કલાકો જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આરોપી પતિ અત્યારે ફરાર છે..જેને ઝડપી લેવા પોલીસની પાંચ ટીમ કામે લાગી છે.  

આ સમાચાર શેર કરો