VIDEO: અંબાજી મંદિરના ભંડાર કક્ષમાંથી રોકડ રકમની ચોરી કરતો હંગામી કર્મચારી ઝડપાતા ચકચાર
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ભંડાર કક્ષમાંથી રોકડ રકમની ચોરી કરતા એ
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ભંડાર કક્ષમાંથી રોકડ રકમની ચોરી કરતા એક હંગામી કર્મચારી ઝડપાતા ચકચાર મચી ગઈ છે. મંદિરમાં દર મંગળવારે સીસીટીવી કેમેરા અને સુરક્ષા જવાનોની દેખરેખ હેઠળ થતી ભંડાર ગણતરી દરમિયાન, લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં ફરજ બજાવતો ચિરાગ ઠાકોર નામનો કર્મચારી નોટોનું બંડલ ચોરી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, બાથરૂમ જતી વખતે તેનાથી નોટોનું બંડલ પડી જતાં અન્ય કર્મચારીઓએ તુરંત અધિકારીઓને જાણ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 500 ના દરની 208 નોટો કુલ રૂપિયા એક લાખથી વધુ મળી આવ્યા હતા. જે બાદ મંદિરના હિસાબી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા ચોરી થયેલી રકમ બેંકમાં જમા કરાવી દેવામાં આવી છે.

