મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

VIDEO: દેશમાં છવાઈ ગઈ ટાટા પંચ! 5 વર્ષથી પણ ઓછા સમયમાં રચ્યો નવો ઇતિહાસ

ટાટા મોટર્સની એન્ટ્રી લેવલ SUV 'ટાટા પંચ' (Tata Punch) એ ભારતીય ઓટોમોબાઇલ માર્કેટ

તસવીર: gstv

ટાટા મોટર્સની એન્ટ્રી લેવલ SUV 'ટાટા પંચ' (Tata Punch) એ ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય બજારમાં આ કારે 8 લાખ યુનિટ્સના વેચાણનો આંકડો સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે.

કંપનીએ આ કારને ઓક્ટોબર 2021માં લોન્ચ કરી હતી. જુલાઈ 2026ના પ્રથમ સપ્તાહમાં આ કારના નામે આ નવી સિદ્ધિ નોંધાઈ છે. એટલે કે માત્ર 5 વર્ષથી પણ ઓછા સમયમાં પંચે આ રેકોર્ડ સેલ્સ હાંસલ કરી લીધું છે. ટાટા નેક્સોન (Nexon) પછી આ ઉપલબ્ધિ મેળવનારી પંચ ટાટાની બીજી SUV બની ગઈ છે. નોંધનીય છે કે જૂન મહિનામાં પણ પંચ દેશની નં. 1 સૌથી વધુ વેચાતી કાર બનીને સામે આવી હતી. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત ₹5,69,990 છે.

વેચાણના આંકડા અને ગ્રાફ

ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં 7 લાખ યુનિટ્સનું વેચાણ પાર કર્યા બાદ પંચને પછીના 1 લાખ યુનિટ્સ વેચવામાં માત્ર 5 મહિનાનો સમય લાગ્યો છે.

છેલ્લા મહિનાઓનું વેચાણ:

ફેબ્રુઆરી: 18,748 યુનિટ્સ (29% નો વધારો)

માર્ચ: 20,977 યુનિટ્સ (18% નો વધારો)

એપ્રિલ: 19,107 યુનિટ્સ (53% નો વધારો)

મે: 20,208 યુનિટ્સ (54% નો વધારો)

જૂન: 21,006 યુનિટ્સ (101% સુધીનો વધારો)

લોન્ચિંગના 5 વર્ષમાં પંચે માત્ર ત્રણ વખત મહિને 20,000 થી વધુ યુનિટ્સ વેચવાનો આંકડો પાર કર્યો છે અને આ ત્રણેય રેકોર્ડ ચાલુ વર્ષે જ બન્યા છે.

એન્જિન વિકલ્પો અને કિંમત

ટાટા પંચ કંપનીની એવી કાર છે જેમાં પેટ્રોલ, CNG અને ઇલેક્ટ્રિક (EV) એમ ત્રણેય પાવરટ્રેનમાં કુલ 32 વેરિઅન્ટ્સ મળે છે:

પેટ્રોલ પંચ: એક્સ-શોરૂમ કિંમત ₹5,70,000 થી શરૂ.

CNG પંચ: કિંમત ₹6,80,000 થી શરૂ.

નવી પંચ EV (ઇલેક્ટ્રિક): કિંમત ₹9,69,000 થી શરૂ.

ટાટા પંચ ફેસલિફ્ટની ડિઝાઇન અને કલર્સ

2026 ટાટા પંચ તેના બોક્સી અને કોમ્પેક્ટ લુકને જાળવી રાખે છે, પરંતુ હવે તેને વધુ શાર્પ અને મોર્ડન લુક આપવામાં આવ્યો છે:

ફ્રન્ટ & બેક: સ્લિમ LED DRLs, બ્લેક-આઉટ ગ્રીલ, નવા LED હેડલેમ્પ્સ, રીડિઝાઇન કરેલા બમ્પર્સ અને કનેક્ટેડ LED ટેલ-લેમ્પ્સ.

સાઇડ લુક: નવા 16-ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ.

વેરિઅન્ટ (6 વેરિઅન્ટ): સ્માર્ટ, પ્યોર, પ્યોર પ્લસ, એડવેન્ચર, એકમ્પલિશ્ડ અને એકમ્પલિશ્ડ પ્લસ S.

કલર ઓપ્શન્સ (6 કલર્સ): બંગાલ રૂજ, કેરામલ, કૂર્ગ ક્લાઉડ્સ, સિયાનટેફિક, ડેટોના ગ્રે અને પ્રિસ્ટાઇન વ્હાઇટ.

પંચ 2024ની સૌથી વધુ વેચાતી કાર બનીને ઉભરી હતી. છેલ્લા 4 દાયકા કરતાં વધુ સમયમાં પ્રથમ વખત બન્યું હતું કે મારૂતિ સુઝુકી સિવાયના કોઈ મોડેલે ટોચનું સ્થાન મેળવ્યું હોય.

આધુનિક ફીચર્સ અને બૂટ સ્પેસ

નવી ટાટા પંચમાં અનેક પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે:

360-ડિગ્રી કેમેરા અને બ્લાઇન્ડ વ્યૂ મોનિટર

ઓટો-ડિમિંગ IRVM

મોટું 10.24-ઇંચનું HD ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ

વાયરલેસ ફોન ચાર્જિંગ અને હાર્મન (Harman) ઓડિયો સિસ્ટમ

બૂટ સ્પેસ: આ સેગમેન્ટમાં સૌથી મોટું બૂટ આપે છે— પેટ્રોલ વેરિઅન્ટમાં 366 લિટર અને CNG વેરિઅન્ટમાં 210 લિટર વાપરી શકાય તેવી કેપેસિટી મળે છે.

સુપ્રીમ સેફ્ટી (સેફ્ટી રેટિંગ્સ)

ટાટા પંચમાં સેફ્ટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે:

સ્ટાન્ડર્ડ સેફ્ટી: તમામ વેરિઅન્ટ્સમાં સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ, ESC, ABS, TPMS અને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ.

ક્રેશ ટેસ્ટ: ટાટા મોટર્સે નવી પંચનો કઠિન ક્રેશ ટેસ્ટ પણ કર્યો, જેમાં 4 ડમી પેસેન્જર્સ સાથે ટ્રક સામે 50 કિમી/કલાકની ઝડપે સામસામે ટક્કર મારણનું સિમ્યુલેશન કરવામાં આવ્યું હતું. આટલી મોટી ટક્કર છતાં કારનું બોડી સ્ટ્રક્ચર સુરક્ષિત રહ્યું હતું અને અકસ્માત બાદ ચારેય દરવાજા સહેલાઈથી ખોલી શકાયા હતા.

આ સમાચાર શેર કરો