VIDEO: હાઇવે પર ગેરકાયદે દબાણ સામે તંત્રની કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં જમ્મુ-શ્રીનગર હાઇવે નજીક ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હા

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં જમ્મુ-શ્રીનગર હાઇવે નજીક ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રશાસન દ્વારા ડિમોલિશન ડ્રાઇવ ચલાવીને હાઇવેની આસપાસના ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન અધિકારીઓ અને પોલીસની ટીમો સ્થળ પર હાજર રહી હતી. ઉધમપુરના નાયબ તહસીલદાર અનાયત અલીના જણાવ્યા અનુસાર, જાહેર માર્ગોને અવરોધતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા દબાણો સામે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તંત્રએ લોકોને ગેરકાયદે બાંધકામ ન કરવા અને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. હાઇવેની સુરક્ષા અને સુચારૂ વાહન વ્યવહાર જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.




