મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઋષિકેશમાં સતત વરસાદથી ગંગા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે પ્રખ્યાત ત

તસવીર: gstv

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે પ્રખ્યાત તીર્થસ્થળ ઋષિકેશમાં પવિત્ર ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટી તરફ આગળ વધી રહ્યું છે. ગંગા નદીના રૌદ્ર સ્વરૂપના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે...જેમાં  નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઘાટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. નદી કિનારાની આસપાસ વસતા નાગરિકો તેમજ બહારથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને પાણીના પ્રવાહથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો