VIDEO: સુરેન્દ્રનગરના ચુડાના ચચાણા ગામે તળાવમાં ડૂબી જતાં 14 વર્ષના કિશોરનું મોત, પરિવારમાં આંક્રદનો માહોલ
સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાંથી ખાસ અહેવા

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, ચુડા તાલુકાના ચચાણા ગામે તળાવમાં ડૂબી જતાં બાળકનું મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે 14 વર્ષનો કિશોર ન્હાવા માટે તળાવમાં પડ્યો હતો. તો બીજી તરફ અચાનક તળાવમાં બાળક ફસાઈ જતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ મળ્યો હતો. બાળકના અચાનક મોત બાદ પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાયો હતો.




