મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્દેશ: સગીરોની ઓનલાઈન સુરક્ષા માટે સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષની વયમર્યાદા ફરજિયાત બનાવવાનું સૂચન કર્યું

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર

તસવીર: gstv

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સગીરોને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવતા અટકાવવા માટે કાયદાકીય માળખામાં કડક નિયમો ઘડવા વિચારણા કરવા જણાવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સૂચન કર્યું છે કે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ૧૮ વર્ષની ઉંમર ફરજિયાત બનાવવી જોઈએ અને તેને માત્ર માર્ગદર્શિકા સુધી સીમિત રાખવાને બદલે મધ્યસ્થી નિયમો હેઠળ વૈધાનિક બળ આપવું જોઈએ….વરિષ્ઠ વકીલ એચ.એસ. ફૂલકાની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ મામલે ગંભીરતા દાખવવી જરૂરી હોવાનું જણાવ્યું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર આ મુદ્દે તપાસ કરી યોગ્ય પગલાં લેશે તેવી ખાતરી આપી છે.

આ સમાચાર શેર કરો