મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડમાં ઔરંગા નદીના પૂરના પાણીમાં ફસાયેલા ત્રણ યુવકોનું ફાયર ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ

વલસાડના બંદર રોડ પર આવેલી ઔરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમા

તસવીર: gstv

વલસાડના બંદર રોડ પર આવેલી ઔરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા ત્રણ યુવકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મોડી રાત્રે ઔરંગા નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં બ્રિજ પરથી ઘસમસતા પાણીનો પ્રવાહ શરૂ થયો હતો, જેના કારણે ત્રણેય યુવકો વચ્ચે જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વલસાડ નગરપાલિકાની ફાયર ટીમે અંધારી રાત્રિ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે બહાદુરીપૂર્વક કામગીરી હાથ ધરી ત્રણેય યુવકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ સમાચાર શેર કરો