મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કરૂર સ્ટેશને કડક પોલીસ તપાસ

તામિલનાડુના કરૂર રેલ્વે સ્ટેશન પર પ્રોહિબિશન એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા માદક દ્રવ્યોની હેરફેર રોકવા માટે સઘન સર્

તસવીર: gstv

તામિલનાડુના કરૂર રેલ્વે સ્ટેશન પર પ્રોહિબિશન એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા માદક દ્રવ્યોની હેરફેર રોકવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ચેન્નાઈથી મેંગલુરુ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો અને અન્ય નશીલા પદાર્થોની ગેરકાયદેસર તસ્કરી અટકાવવા માટે પોલીસે મુસાફરોના સામાન અને શંકાસ્પદ લોકોની ઝીણવટભરી તપાસ કરી હતી. તાજેતરના સમયમાં રેલ નેટવર્ક દ્વારા નશીલા દ્રવ્યોની હેરફેરના કિસ્સાઓ વધતા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ અને ટ્રેનના ડબ્બાઓમાં પોલીસ કર્મચારીઓએ શંકાસ્પદ બેગ અને અન્ય સામાન તપાસ્યો હતો જેથી નશાના કારોબાર પર લગામ લગાવી શકાય.

આ સમાચાર શેર કરો