VIDEO: કર્ણાટકમાં ગેરકાયદેસર કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહી થશે
બેંગલુરુમાં રસ્તાના કિનારે અને ખાલી પ્લોટ પર બાંધકામનો કાટમાળ ફેંકવો સામાન્ય બની ગયો

બેંગલુરુમાં રસ્તાના કિનારે અને ખાલી પ્લોટ પર બાંધકામનો કાટમાળ ફેંકવો સામાન્ય બની ગયો છે. આ સમસ્યા હલ કરવા ગ્રેટર બેંગલુરુ ઓથોરિટીએ એક મહિના સુધી ચાલનારી કચરાથી મુક્તિ ઝુંબેશ શરૂ કરી છે. ઓગસ્ટ સુધી ચાલતી આ ઝુંબેશમાં ૧ હજાર ૬૧૬ સ્થળોથી અંદાજે ૨૨ હજાર ૭૩૦ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવશે.. ગેરકાયદેસર કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહી થશે.




