VIDEO: દબાણો સામે મ્યુ.કોર્પોરેશનની કડક કાર્યવાહી
ભાવનગરના એમ.જી. રોડ, વોરા બજાર અને શાક માર્કેટ વિસ્તારમાં મનપાના દબાણ હટાવ સેલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરા

ભાવનગરના એમ.જી. રોડ, વોરા બજાર અને શાક માર્કેટ વિસ્તારમાં મનપાના દબાણ હટાવ સેલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લા, બાંકડા અને ટેબલો હટાવી રસ્તા અને ફૂટપાથ ખુલ્લા કરવામાં આવ્યા છે. દબાણોના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને પડતી મુશ્કેલીમાં હવે રાહત મળી છે. મનપાની આ કામગીરીને સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓએ આવકારી છે. તહેવારો પૂર્વે બજારમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવાની લોકમાંગ ઉઠી છે.




