મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જન્માષ્ટમી પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહી

જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ કાર્ય

તસવીર: gstv

જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનના હિસ્ટ્રીશીટરોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવી ચોરી, લૂંટ અને મારામારી સહિતના ગુનાઓથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી હતી. તહેવારો દરમિયાન કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવા પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી અપાઈ છે. જો જન્માષ્ટમી દરમિયાન કોઈ શખ્સ ગુનામાં સંડોવાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની પોલીસે ચેતવણી આપી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ પોલીસ સતર્ક બની છે.

આ સમાચાર શેર કરો