મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ ફૂલ માર્કેટ વિવાદમાં મનપા કમિશનર તુષાર સુમેરાનું ગંદકી અને ટ્રાફિક અંગે નિવેદન

રાજકોટના રામનાથ પરા સ્થિત ફૂલ માર્કેટમાં ખેડૂતો અને મનપ

તસવીર: gstv

રાજકોટના રામનાથ પરા સ્થિત ફૂલ માર્કેટમાં ખેડૂતો અને મનપા વચ્ચેનો વિવાદ ઘેરાયો છે. આજે સવારે ફૂલનું વાવેતર કરતા ખેડૂતો પોતાની વિવિધ રજૂઆતો સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે મનપા કમિશનર તુષાર સુમેરાએ સ્પષ્ટ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પોતે પાંચ વખત ફૂલ માર્કેટની રૂબરૂ મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે ઉમેર્યું કે રામનાથ પરા ફૂલ માર્કેટમાં અસહ્ય ગંદકી અને રસ્તા પર ભારે ટ્રાફિકની મુશ્કેલીઓ સર્જાય છે. માર્કેટ પરિસરમાં ગંદકી ન થાય તેમજ વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે જોવાની પ્રાથમિક જવાબદારી વેપારીઓ અને ખેડૂતોની છે.

આ સમાચાર શેર કરો