મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભોગાવો નદીના પાણી ભરાતા ધોલેરા પંથકના કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા

અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં ભારે વરસાદ અને ભોગાવો નદીના પાણી ફરી વ

તસવીર: gstv

અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં ભારે વરસાદ અને ભોગાવો નદીના પાણી ફરી વળવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આનંદપુર અને બુરહાનપુર ગામોનો સંપર્ક વિહોણો બન્યો છે, જ્યારે કમિયાળા કષ્ટભંજન મંદિર જવાના રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. આ જળબંબાકારની સ્થિતિને કારણે ધોલેરાનો સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. બીજી બાજુ, બાવળાના ધીંગડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે. નાગરિકોની સુરક્ષા માટે સ્થાનિક પોલીસ અને NDRFની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો