VIDEO: જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી, એક વ્યક્તિનું મોત
સુરતના ભાગળ ચાર રસ્તા નજીક એક જર્જરિત મકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં 72 વર્ષીય ભરતભાઈ દવાવાલા કાટ

સુરતના ભાગળ ચાર રસ્તા નજીક એક જર્જરિત મકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં 72 વર્ષીય ભરતભાઈ દવાવાલા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ભરતભાઈને સહીસલામત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સ્વીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું.




