VIDEO: અમદાવાદનો સૌથી પોશ વિસ્તાર સિંધુભવન રોડ પાણીમાં ગરકાવ
અમદાવાદના સૌથી પોશ વિસ્તારોમાં ગણાતા સિંધુભવન રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને

અમદાવાદના સૌથી પોશ વિસ્તારોમાં ગણાતા સિંધુભવન રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે આગોતરું આયોજન ન કરાતા મુખ્ય માર્ગો પાણીમાં ડૂબ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાતા અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ છે. પ્રિ-મોન્સુન કામગીરીને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલા તમામ દાવા પોકળ સાબિત થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પોશ વિસ્તારની સ્થિતિ પણ કફોડી બની છે.




