મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગિરનારમાં ચોંકાવનારો ખુલાસો માનવભક્ષી સિંહ ઝડપાયો સીડી માર્ગ બંધ

જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં બાળક પર હુમલો કરનાર સિંહણ હતી..અને આ સિંહણને પાંજરે પુરવામાં

તસવીર: gstv

જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં બાળક પર હુમલો કરનાર સિંહણ હતી..અને આ સિંહણને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી છે.. સિંહણના હુમલાની આશંકા વચ્ચે તંત્ર તાબડતોડ એક્શન મોડમાં આવ્યું હતું, જ્યાં પશુચિકિત્સકની તપાસ દરમિયાન સિંહણે  કરેલી ઊલટીમાંથી માનવ શરીરના ભાગો મળી આવતા સનસનાટી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોઈ વન વિભાગની ટીમ, ટ્રેકર્સ અને તબીબોના કાફલાએ ભારે જહેમત બાદ આ હુમલાખોર સિંહણને દબોચી લીધો છે. ભક્તો અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને ગિરનારનો નવો સીડી માર્ગ આગામી સૂચના સુધી સદંતર બંધ કરી દેવાયો છે. વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં હજુ પણ સઘન તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો