VIDEO: શેઢી નદીનો પુલ ક્ષતિગ્રસ્ત, વાહનવ્યવહાર બંધ કરાયો
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામ નજીક શેઢી નદી પર આવેલો મહત્વનો પુલ વરસાદી પાણીના પ્રવાહની અસરથી ક્ષતિગ્

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામ નજીક શેઢી નદી પર આવેલો મહત્વનો પુલ વરસાદી પાણીના પ્રવાહની અસરથી ક્ષતિગ્રસ્ત બન્યો છે. અરડીથી હેરંજ અને મહુધા તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા બ્રિજનો એક છેડો બેસી જતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ સલામતીના ભાગરૂપે પુલને તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કર્યો છે. બ્રિજની બંને બાજુ બેરિકેડ્સ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. હાલ પુલની તકનિકી તપાસ શરૂ કરવામાં આવી છે અને સમારકામ પૂર્ણ થયા બાદ જ વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે.


