VIDEO: ઉજ્જૈનમાં યોજાનાર સિંહસ્થ મહાપર્વને લઈને સુરક્ષા સઘન
મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે વર્ષ ૨૦૨૮માં યોજાનાર ભવ્ય સિંહસ્થ મહાપૂર્વને ધ્ય

મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે વર્ષ ૨૦૨૮માં યોજાનાર ભવ્ય સિંહસ્થ મહાપૂર્વને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આયોજન દરમિયાન ભીડ નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ડ્રોન ટેકનોલોજીના ઉપયોગનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આધુનિક ડ્રોન કેમેરા દ્વારા મેળાના સમગ્ર વિસ્તારમાં હવાઈ નજર રાખવામાં આવશે, જેથી લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. સુરક્ષા દળોએ સંભવિત કટોકટી અને ભીડભાડવાળા વિસ્તારો પર રિયલ-ટાઇમ મોનિટરિંગ માટે આ હાઈટેક સિસ્ટમનું પરીક્ષણ હાથ ધર્યું છે.




