મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાપુતારાના માર્ગ જોખમી બન્યાં

ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ પ્રવાસન સ્થળ સાપુતારામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો છે, જેના કારણે સા

તસવીર: gstv

ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ પ્રવાસન સ્થળ સાપુતારામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો છે, જેના કારણે સાપુતારાના ઘાટ માર્ગમાં ભેખડો ધસી પડવાની અને મોટા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વિસ્તાર અત્યંત તીવ્ર ચઢાણવાળો અને જોખમી હોવાથી ચોમાસા દરમિયાન અહીં અવારનવાર પથ્થરની શિલાઓ અને ભેખડો રોડ પર આવી જતી હોય છે. હાલમાં સતત વરસી રહેલા વરસાદ અને ચોમેર છવાયેલા ધુમ્મસભર્યા માહોલને કારણે વાહનચાલકો માટે માર્ગ પર વાહન હંકારવું અત્યંત મુશ્કેલ અને જોખમી બની ગયું છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રસ્તા પરથી ભેખડો કે નડતરરૂપ વૃક્ષો હટાવવાની કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી. તંત્રની આ બેદરકારીથી પ્રવાસીઓ સહિત અસંખ્ય વાહનચાલકો ભગવાન ભરોસે મુકાયા છે, જે ગમે ત્યારે મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માતને નોતરી શકે છે.

આ સમાચાર શેર કરો