VIDEO: વિરમગામમાં ખાનગી મેળામાં રાઈડ તૂટી, 2 લોકો ઈજાગ્રસ્ત
વધુ એકવાર મેળામાં રાઈડ તૂટવાની ઘટના બની. હાલમાં જ વિરમગામ શહેરમાં ચાલી રહેલા ખાનગી લોક મેળામા
વધુ એકવાર મેળામાં રાઈડ તૂટવાની ઘટના બની. હાલમાં જ વિરમગામ શહેરમાં ચાલી રહેલા ખાનગી લોક મેળામાં રાઈડ તૂટવાની ઘટના બની છે. જેમાં 2 લોકોને ઈજી થઈ છે.
ખાનગી મેળામાં રાઈડ દુર્ઘટના
વિરમગામની એમ. જે. હાઈસ્કૂલ મેદાન ખાતે ખાનગી મેળો ચાલી રહ્યો હતો. જેમાં ચાલુ રાઈડનો એક ભાગ તૂટી પડતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો. આ દુર્ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાઈડમાં બેઠેલ વિનિત રાવળ (ઉ. 20 વર્ષ) નામના વ્યક્તિને પગ, માથા અને પેટના ભાગે ઈજાઓ થઈ છે.
ઘટનામાં 2 લોકોને ઈજા
આ રાઈડ તૂટવાની ઘટનામાં 2 લોકોને ઈજા થઈ છે. આ 2 ઈજાગ્રસ્ત લોકોને સરકારી હોસ્પિટલમાં સામાન્ટ સારવાર બાદ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.






