મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીરના ઇકો-ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રની લાલ આંખ અને ભાજપના નેતાઓનો વિરોધ

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ઇકો-ઝોન નિયમો હેઠળ ગ

તસવીર: gstv

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ઇકો-ઝોન નિયમો હેઠળ ગેરકાયદેસર રિસોર્ટ, ધાબા અને હોમસ્ટે સામે વહીવટી તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. તંત્રએ 54 જેટલા એકમોને સીલ કરીને વીસ લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. વન્યજીવોની સુરક્ષા માટેના આ કાયદા સામે સ્થાનિક ખેડૂતો અને નાના વેપારીઓની આજીવિકા છીનવાતા ભારે રોષ ફેલાયો છે.આ મામલે ખુદ શાસક પક્ષ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિતના નેતાઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે અને તંત્રની નીતિઓ સામે બળવો પોકાર્યો છે. નેતાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર ખેડૂતોના હિતમાં સાનુકૂળ નિર્ણય નહીં લે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એક તરફ કાયદાનું પાલન કરાવવાનો દાવો છે, તો બીજી તરફ રાજકીય દબાણ વચ્ચે સામાન્ય ખેડૂત પીસાઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો