VIDEO: કાંગડામાં ભારે વરસાદનું રેડ એલર્ટ: ધર્મશાલા સહિત સમગ્ર જિલ્લામાં શાળાઓ બંધ
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસ

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા વહીવટી તંત્ર સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર છે. કાંગડાના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધર્મશાલા સહિત સમગ્ર જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો, આંગણવાડી કેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓમાં બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે તેમજ યોજાનારી પરીક્ષાઓ પણ સ્થગિત કરાઈ છે. પહાડી વિસ્તારોમાં મુસળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવવાનું ગંભીર જોખમ હોવાથી પ્રશાસને સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને નદીઓ, નાળાઓ અને નબળા પહાડી રસ્તાઓથી દૂર રહેવા કડક સૂચના આપી છે. આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રને ૨૪ કલાક કાર્યરત રાખીને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેથી કોઈપણ કટોકટીમાં તાકીદે રાહત પહોંચાડી શકાય.



