VIDEO: રાજકોટનો ઐતિહાસિક લાલપરી ડેમ ઓવરફ્લો થયો, નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ
રાજકોટ શહેર માટે ઐતિહાસિક ગણાતો રાજાશાહીના સમયનો લાલ

રાજકોટ શહેર માટે ઐતિહાસિક ગણાતો રાજાશાહીના સમયનો લાલપરી ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ચારથી પાંચ ઇંચ જેટલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. ખાસ કરીને ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા મધ્યમ વરસાદને કારણે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો અને ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાઈ. ડેમ ઓવરફ્લો થતાં આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પહોંચવાની શક્યતા છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નદી કાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

