મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ ડાયરા વિવાદ: પ્રજાના ટેક્સના પૈસાના ખર્ચ અંગે સોશિયલ મીડિયા પર બિલ વાયરલ

રાજકોટમાં લોકગાયક માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવીને લઈને વિ

તસવીર: gstv

રાજકોટમાં લોકગાયક માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. સામાજિક આગેવાન પુરસોતમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી આક્ષેપ કર્યો છે કે, રાજકોટ મહાનગરપાલિકાએ જનતાના ટેક્સના પૈસામાંથી બંને કલાકારોના ડાયરાનું પેમેન્ટ ચૂકવ્યું હતું. મનપાના સાંસ્કૃતિક વિભાગે ડાયરા પાછળ પોણા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાના બિલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સુરતમાં માયા આહીરના ટેક્સ સંબંધિત નિવેદન બાદ આ વિવાદ શરૂ થયો છે, જોકે વાયરલ બિલ અંગે મહાનગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી.

આ સમાચાર શેર કરો