મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળકાની કાંસમાંથી 13 દિવસથી ગુમ યુવકનો કોવાયેલો મૃતદેહ મળતા વરસાદી મૃત્યુઆંક 7 પર પહોંચ્યો

અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં

તસવીર: gstv

અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં બગોદરા-ખેડા રોડ પર આવેલી શ્રીફળ એક્ઝોટીકા સોસાયટી પાછળની પાણીની કાંસમાંથી 36 વર્ષીય નરેન્દ્રભાઈ ઉર્ફે મુકેશભાઈનો કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવક ગત 23 જુલાઈએ ભારે વરસાદ બાદ બહેનના ઘરેથી નીકળ્યા પછી 13 દિવસથી લાપતા હતા અને પરિવાર દ્વારા તેમની સતત શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન, કાંસના નાળામાં લાશ ફસાયેલી હોવાની માહિતી મળતા ધોળકા ટાઉન પોલીસ અને ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. કપડાંના આધારે પરિવારજનોએ તેમની ઓળખ કરી હતી અને અતિશય વરસાદી પાણીમાં તણાઈ જવાથી કે ડૂબી જવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ધોળકામાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીમાં તણાઈને મૃત્યુ પામનારાઓનો કુલ આંકડો હવે 7 પર પહોંચ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને સમગ્ર મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો