VIDEO: રાહુલ ગાંધી વરસાદની મજા માણી
નવી દિલ્હીમાં સંસદ ભવનની બહાર ભારે વરસાદ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.

નવી દિલ્હીમાં સંસદ ભવનની બહાર ભારે વરસાદ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. વરસાદથી બચવા માટે તેમને છત્રી આપવામાં આવી હતી, પરંતુ તેમણે છત્રી લેવાનો ઇનકાર કર્યો હતો. ભારે વરસાદ વચ્ચે રાહુલ ગાંધી નિર્ભય રીતે ચાલતા રહ્યા અને વરસાદનો આનંદ માણ્યો હતો. આ દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા અને સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયા હતા. સંસદ પરિસરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. તેમ છતાં રાહુલ ગાંધી હળવા અંદાજમાં વરસાદનો આનંદ માણતા જોવા મળ્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો.




