VIDEO: રાજ્યના સંખ્યાબંધ શહેરોમાં ભારત-પાકિસ્તાનની મેચનો થઈ રહ્યો છે વિરોધ
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો રાજ્યના વિવિધ શહેરોમાં ઉગ્ર વિરોધ જ
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો રાજ્યના વિવિધ શહેરોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, છોટાઉદેપુર, વડોદરા સહિના શહેરોમાં ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે.શહેરના ક્રિકેટ પ્રેમીઓએ પાકિસ્તાન વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. ક્રિકેટ ચાહકો અને સ્થાનિક ક્રિકેટરોએ પાકિસ્તાન સામેની મેચનો વિરોધ કરતાં રાષ્ટ્રીય ભાવનાઓને વાચા આપી હતી.
આતંકવાદ અને મેચ બન્ને એક સાથે ન થવી જોઈએ
આ વિરોધ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના સંદર્ભમાં દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓનો ભાગ માનવામાં આવે છે. ક્રિકેટ પ્રેમીઓએ રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવાની હાકલ કરી અને મેચ ન રમવા અપીલ કરી. રાજકોટમાં સોશિયલ મીડિયામાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને બોયકોટ ચાલી રહ્યો છે લોકોએ જણાવ્યું કે આતંકવાદ અને મેચ બન્ને એક સાથે ન થવી જોઈએ.વડોદરામાં પણ ક્રિકેટ પ્રેમીઓનો વિરોધ
દુબઈમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. પરંતુ પહેલગામ આતંકવાદી હુમલા પછીના તણાવ વચ્ચે આ મેચ પર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.ત્યારે વડોદરાના નાગરિકો પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.અમદાવાદમાં મેચને લઈ મિશ્ર પ્રતિસાદ
એશિયા કપમાં ભારત – પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને અમદાવાદીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે..કેટલાક લોકો મંદિરમાં ટીમ ઈન્ડિયાની જીત માટે મંદિરમાં પ્રાર્થના કરી છે, તો કેટલાક લોકો માનવું છું કે આતંકી પ્રવૃતિઓ અને ક્રિકેટ સાથે સાથે થઈ શકે નહિ..પહેલગામ હુમલાના કારણે લોકોમાં નારાજગી છે.લોકોએ આયોજકો પાસે મેચ રદ કરવાની માંગ કરી છે.




