VIDEO: પ્રિયંકા ગાંધીનો વડાપ્રધાન પર કટાક્ષ, વડા પ્રધાને કેમેરાનો નહીં, પણ પોતાના હૃદયનો એંગલ બદલવાની જરૂર!
લોકસભામાં કોંગ્રેસના સાંસદ પ્રિય

લોકસભામાં કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પેપર લીક મુદ્દે હળવા અંદાજમાં સરકાર પર ધારદાર પ્રહારો કર્યાં. પ્રિયંકાએ કહ્યું કે, માત્ર નવી સમિતિઓની રચના કરવાથી કામ નહીં ચાલે, ભલે પછી તેનું નેતૃત્વ ગમે તે વ્યક્તિ કરતી હોય. સંસદમાં વિપક્ષ પર દોષારોપણ કરવું કે પોકળ રાજકીય રમતો રમવાથી કામ નહીં બને. કહ્યું કે, જો તમે યુવાઓનોનો વિશ્વાસ પાછો મેળવવા માંગતા હોવ, તો ફક્ત તમારા ફોન પર અલગ-અલગ ખૂણાથી નવા વીડિયો બનાવવા માત્રથી કામ નહીં ચાલે. વડા પ્રધાને કેમેરાનો નહીં, પણ પોતાના હૃદયનો એંગલ બદલવાની જરૂર છે.




