VIDEO: 500થી વધુ દિવ્યાંગો સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી
અમદાવાદના બગોદરા ખાતે આવેલા મંગલ મંદિર માનવસેવા પરિવાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 77મ

અમદાવાદના બગોદરા ખાતે આવેલા મંગલ મંદિર માનવસેવા પરિવાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 77મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દસકોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. 500થી વધુ બિનવારસી અને દિવ્યાંગ લોકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. દિવ્યાંગ લોકોને ચોકલેટ ખવડાવી અને ભોજન કરાવી ઉજવણી કરવામાં આવી. બગોદરાના માનવસેવા આશ્રમમાં 500થી વધુ દિવ્યાંગ લોકોને વિનામૂલ્યે સેવા અને સારવાર આપવામાં આવે છે, અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોને સ્વસ્થ કરી તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.




