મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: નવરાત્રિમાં સંસદનું વિશેષ સત્ર યોજાવાની શક્યતા

સરકાર નવરાત્રિ દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી હોવાની ચર્ચા

તસવીર: gstv

સરકાર નવરાત્રિ દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી હોવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા મુજબ BRICS સમિટ બાદ સરકાર મહિલા અનામત અને પરિસીમન બિલને મંજૂરી અપાવવા માટે વિશેષ સત્ર બોલાવવું કે નહીં તે અંગે નિર્ણય લઈ શકે છે. જો વિશેષ સત્ર નહીં બોલાવાય તો ચોમાસુ સત્રનું સત્રાવસાન કરવામાં આવશે, જ્યારે નિર્ણય લેવાય તો નવરાત્રિ દરમિયાન સંસદની કાર્યવાહી થઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે આ મુદ્દે સવાલ ઉઠાવી સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ચોમાસુ સત્ર પૂર્ણ થયાને 29 દિવસ થયા હોવા છતાં હજુ સત્રાવસાન કરાયું નથી.

આ સમાચાર શેર કરો