મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિરમગામમાં ધરણા- પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોને પોલીસ ટીંગાટોળી કરી લઈ ગઈ

સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર વોટ ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

 સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર વોટ ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યારે આ મામલે હાલ દેશમાં ચર્ચાઈ રહ્યો છે, અને વિપક્ષ ઠેર ઠેર વિરોધ કરી રહ્યો છે.  ત્યારે આ મામલે વીરગામમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

ઉલ્લેખનીય છે  AICC અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ બનર અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન, રેલી  અને ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. તો બીજી તરફ કાર્યકર્તાઓએ  સેવાસદન સુધી રેલી વિરોધ પ્રદર્શન અને ધરણા કર્યા હતા.

પૂર્વ ધારાસભ્ય સહિતના કાર્યકરોની વિરમગામ ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે  ધરણ પ્રદર્શન સ્થળ પર પોલીસનો કાફલો પહોંચ્યો હતો. ગુજરાત કોંગ્રેસના અમદાવાદ જિલ્લા પ્રમુખ અને વિરમગામ પૂર્વ ધારાસભ્ય સહિતના કાર્યકરોની વિરમગામ ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. 

આ સમાચાર શેર કરો