VIDEO: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા ચેરમેન તરીકે પી.ડી. પટેલની બિનહરીફ નિમણૂક કરાઈ
અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના મહિનાઓ બાદ ચેરમેન પદ માટે મહત્વપૂર્

અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના મહિનાઓ બાદ ચેરમેન પદ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની વિશેષ હાજરીમાં પી.ડી. પટેલની ગુજરાત બાર કાઉન્સિલના નવા ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા તરીકે નિમિષાબેન ધોતરે ની વાઈસ ચેરમેન પદે નિમણૂક કરીને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. સાથોસાથ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મેમ્બર તરીકે જે.જે. પટેલની પસંદગી કરવામાં આવી છે. આ નવી નિમણૂકોથી વકીલ આલમમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.




