Video: પાટણ ચીફ ઓફિસરે ખોટી રીતે BU પરમિશન આપી, શાસક પક્ષ ભાજપના સભ્યોની પોલીસ મથકે અરજી
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે શાસક પક્ષ ભાજપના સભ્યોએ નવીન બસ સ્ટેન્ડમાં BU પર
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે શાસક પક્ષ ભાજપના સભ્યોએ નવીન બસ સ્ટેન્ડમાં BU પરમિશન આપવા મામલે પોલીસ મથકે અરજી દાખલ કરાઈ છે. બસ સ્ટેન્ડના કોમર્શિયલ કોમ્પ્લેક્સની પરમિશન ખોટી રીતે આપી હોવાના આક્ષેપ સાથે આ અરજી કરાઈ છે. ચીફ ઓફિસર મીઠાઈ લઈને BU પરમિશન આપી હોવાનો આરોપ લગાવાયો છે.
ચીફ ઓફિસર હિરલ ઠાકર ખોટું કરવા ટેવાયેલા છે: મનોજ પટેલ
ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ભાજપના સભ્યોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી સભ્ય મનોજ પટેલે જણાવ્યું હતું કે ચીફ ઓફિસર હિરલ ઠાકર ખોટું કરવા ટેવાયેલા છે. બસ સ્ટેન્ડના આગળના ભાગે આવેલું કોમ્પ્લેક્સ ઝડપથી ચાલુ થાય તેમાં ચીફ ઓફિસરને રસ છે. બિલ્ડીંગનું બાંધકામ ચાલુ હોવા છતાં તેઓએ BU પરમિશન આપી હતી. ભ્રષ્ટાચારી ચીફ ઓફિસર દૂર કરવા તેઓ સરકારમાં રજૂઆત કરશે તેવું તેમણે જણાવ્યું છે.




