મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પંજાબમાં ચૂંટણી દરમિયાન બબાલ: કાદિયાં નગરપાલિકા પ્રમુખની રેસમાં બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી

પંજાબના ગુરદાસપુરમાં કાદિયાં નગરપાલિકા પ્રમુખન

તસવીર: gstv

પંજાબના ગુરદાસપુરમાં કાદિયાં નગરપાલિકા પ્રમુખની ચૂંટણી દરમિયાન બે હરીફ જૂથો સામસામે આવી જતાં ભારે હોબાળો મચી ગયો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બંને પક્ષના સમર્થકો વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારી અને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી.

ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત હોવા છતાં બંને જૂથના કાર્યકરો અને સમર્થકો એકબીજા સાથે બાખડી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું.

આ અફરાતફરી બાદ સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તુરંત એક્શનમાં આવીને મામલો થાળે પાડ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આ હિંસક ઘર્ષણ અંગે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો