મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા રહેણાંક મકાનમાં પાટલા ઘો ઘૂસી જતાં મચી અફરાતફરી

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી સોસાયટીન

તસવીર: gstv

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી સોસાયટીના એક રહેણાંક મકાનમાં પાટલા ઘો ઘૂસી જતાં પરિવારજનોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોસાયટીમાં રહેતા બસંતભાઈના ઘરે અચાનક આ સરિસૃપ દેખાતા પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ મળતાં જ રેસ્ક્યુર સ્થળ પર દોડી આવ્યા હતા. જરૂરી સાવચેતી અને કુશળતા સાથે પાટલા ઘોને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સફળતાપૂર્વક પકડી સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો. સમયસર કરાયેલા રેસ્ક્યુના કારણે મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી અને પરિવારજનો સહિત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર શેર કરો