મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાલીતાણા હોસ્પિટલ પાણીની ટાંકી કૌભાંડ, કામ વગર 50.43 લાખનું બિલ મંજૂર કરાતાં મંત્રીની કડક કાર્યવાહી

ભાવનગરના પાલીતાણા હોસ્પિટલ પરિસરમાં ભૂગર્ભ પાણી

તસવીર: gstv

ભાવનગરના પાલીતાણા હોસ્પિટલ પરિસરમાં ભૂગર્ભ પાણીની ટાંકીનું નિર્માણ થયા વગર જ ૫૦લાખ 43 હજાર રૂપિયાનું બોગસ બિલ મંજૂર કરવા રજૂ કરાતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ લાલ આંખ કરી છે. જાહેર નાણાંના ઉપયોગમાં ગેરરીતિને લઈને મંત્રીએ ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઈજનેર એન.વી. કાલીયા સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી સસ્પેન્ડ કર્યા છે. આ સિવાય અન્ય બે બેદરકાર ઈજનેરોને ફરજમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ગેરરીતિ આચરનાર 'ધર્મનંદન કન્સ્ટ્રક્શન-સુરત' કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે.

આ સમાચાર શેર કરો