VIDEO: નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ડાંગમાં વહીવટીતંત્ર સતર્ક બન્યું
નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર સ

નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા કલેકટરે નીચાણવાળા વિસ્તારોના લોકોને વહીવટી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.ગયા દિવસોમાં આવેલા પૂરમાં જિલ્લામાં ૩૮ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. જિલ્લા તંત્રે અત્યાર સુધીમાં ૬ કરોડ 77 લાખ રૂપિયાની સહાય વિતરિત કરી છે. 30 હજારથી વધુ લોકોને ઘરવખરીનું નુકસાન થતાં ૧૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.કલેકટરે ખેતી-પશુપાલનના નુકસાનની સહાય ત્વરિત આપવાની તૈયારી જણાવી છે. કાચા-પાકા મકાનોના નુકસાનનો સર્વે પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.




