VIDEO: 'મહિલાઓ આગળ વધશે તો જ...' વિપક્ષના આક્ષેપો પર કેન્દ્રીય મંત્રીએ આપ્યો સણસણતો જવાબ!
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા 131મા બંધારણીય સુધારા બિલને પસાર કરાવવા માટે ભાજપ પ્રાદેશિક પક્ષોને તોડી રહ્યો હોવાના વિપક્ષના આક્ષેપો પર કેન્દ્રીય રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે વિપક્ષના આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.
દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરીએ જણાવ્યું કે, "વિપક્ષ અત્યારે સંપૂર્ણપણે હતાશ અને નિરાશ થઈ ગયો છે, તેથી તેઓ માત્ર નિવેદનબાજી અને રાજકારણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે આ દેશની મહિલાઓ—જેમનામાં અદ્ભુત ક્ષમતા છે—તેઓ આગળ વધે. વડાપ્રધાને મહિલાઓના ઉત્થાન માટે કેવા ઐતિહાસિક પગલાં લીધા છે તેનાથી આપ સૌ વાકેફ છો."
વિપક્ષી દળો પર નિશાન સાધતા તેમણે વધુમાં ઉમેર્યું કે, "જ્યાં સુધી દેશની મહિલાઓ સશક્ત નહીં બને, ત્યાં સુધી દેશ ક્યારેય મજબૂત બની શકે નહીં. પરંતુ વિપક્ષ આ વાત સમજી શકતો નથી અને મહિલા સશક્તિકરણના દરેક કામમાં વિવિધ અવરોધો ઊભા કરી રહ્યો છે તેમજ નવા-નવા બહાના બનાવી રહ્યો છે."






