VIDEO: સુરતના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં એમ્બ્રોઇડરી વિવર્સ દ્વારા એક દિવસીય બંધ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં એમ્બ્રોઇડરી વિવર્સે વિવિધ માંગણીઓ અને

ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં એમ્બ્રોઇડરી વિવર્સે વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને એક દિવસનું બંધ પાળ્યું હતુ... આ હડતાળના કારણે સુરતના પાંડેસરા, ઉધના, બમરોલી અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલ સહિતના તમામ મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં એમ્બ્રોઇડરીનું તમામ કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. વહેલી સવારથી જ કારખાનાઓ બંધ રહેતા કરોડો રૂપિયાના ઉત્પાદનને અસર પહોંચી છે. બંધ દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.




