VIDEO: હવે ઝારખંડમાં પણ પેપરલીક, JPSCના પૂર્વ અધ્યની સીઆઈડીએ 7 કલાક પૂછપરછ કરી
ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓમાં ગયેલી ગેરરિતી મામલે તપાસનો ધમધમાટ

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓમાં ગયેલી ગેરરિતી મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ મામલે સીઆઈડીની ટીમ મેરેથોન તપાસ સાથે કલાકો સુધી પૂછપરછમાં લાગી છે. જેપીએસસીના પૂર્વ અધ્યક્ષ એલ. ખિયાંગ્તની પણ સીઆઈડીની ઓફિસમાં સાત કલાક સુધી પુછપરછ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, એલ. ખિયાંગ્ત પરીક્ષામાં ગેરરિતી સામે આવી તે સમયે જેપીએસસીના અધ્યક્ષ હતા અને ગંભીર આરોપ બાદ તાજેતરમાં જ તેમને અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપ્યું હતુ.




