મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં સામાન્ય વરસાદે ખોલ્યા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ, મવડીમાં કાર તણાઈ

રાજકોટમાં ધોધમાર વરસાદને પગલે મવડી વિસ્તારમાં ઠેર-ઠેર જળ

તસવીર: gstv

રાજકોટમાં ધોધમાર વરસાદને પગલે મવડી વિસ્તારમાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. માત્ર બે ઈંચ જેટલા સામાન્ય વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ૧૫૦ ફૂટ રિંગ રોડથી મવડી ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનો ભારે ભરાવો જોવા મળ્યો હતો, જ્યાં પાણીના તેજ પ્રવાહ વચ્ચે એક ચાલતી કાર તણાઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઉપરાંત મવડી વિસ્તારના પ્રખ્યાત બાપા સીતારામ ચોકમાં પણ પાણી ભરાવાથી વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ દર વર્ષે સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની આ સમસ્યાથી તંત્રની નબળી કામગીરી સામે રોષ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો