મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વિકસીત ગુજરાતનું અવિકસીત ગામ: વરાફળીમાં બિમાર વૃદ્ધને હોસ્પિટલ લઈ જવાની સુવિધા પણ નહી!

વિકાસશિલ ભારતના ગુજરાતમાં વિકાસની ઉંચી ઉંચી વાતો થતી જોવા મળે છે. દરેક શહેરો અને દરેક ગામો સુધી વિ

વિકાસશિલ ભારતના ગુજરાતમાં વિકાસની ઉંચી ઉંચી વાતો થતી જોવા મળે છે. દરેક શહેરો અને દરેક ગામો સુધી વિકાસ પહોંચી ગયો છે તેમ કહેવામાં આવે છે. પરંતુ, શું ખરેખર વિકાસ થઈ રહ્યો છે? શું વિકાસ દરેક નાનાથી નાના ગામ સુધી પહોંચી ગયો છે? હાલમાં જ ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી નજીક 5 કિલોમીટરના અંતરે આવેલા વરાફળી ગામનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્યાંના રહેવાસી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વિકસિત ગુજરાતની શરમજનક તસવીરો

વિકસિત રાજ્યની ગણતરીમાં આવતા ગુજરાતની શરમજનક તસવીરો સામે આવી છે. ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી પાસે જ હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી. અંબાજી નજીક આવેલા વરાફળી ગામના એક બિમાર વૃદ્ધને નદી, પહાડો પર થઈને 5 કિમી સુધી ઝોળીમા ઊંચકીને જાહેર રોડ સુધી લઈ જવાયો. ત્યાંથી અન્ય વાહન દ્વારા 2 કિમી હોસ્પિટલ સુધી લઈ જવાયો. આ વિકાસશીલ ગુજરાતની એક અલગ વાસ્તવિકતા સામે આવી છે.

વરાફળી ગામના લોકોને સુવિધાનો અભાવ

વિકસિત ગુજરાતના વરાફળી ગામમાં લાઇટ, શાળા, આંગણવાડી, પાકા રસ્તા, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓનો હજુ પણ અભાવ છે. ગામના લોકો વેરો ભરવા છતાં પંચાયત તરફથી સ્ટ્રીટ લાઇટ, ગટર, સફાઈ જેવી સામાન્ય સુવિધાઓ પણ પહોંચતી નથી. ત્યાંના લોકોની એવી હાલત છે કે તેઓ નદીનાળા, પહાડ, કાચા રસ્તાઓને પાર કરીને બીમાર વૃદ્ધને ઊંચકીને લઈ જવા મજબૂર બની ગયા છે. અવારનવાર ગામમાં કોઈ બીમાર થાય કે પછી ગર્ભવતી મહિલા હોય ત્યારે આવા દ્રશ્યો સર્જાય છે. નેતાઓ ચૂંટણી સમયે મોટી મોટી વાતો કરીને જાય છે તો પણ વિકાસના કામો થતા નથી. અંબાજી ગ્રામ પંચાયત વેરો લેવા છતાં પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે.  

આ સમાચાર શેર કરો