મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના મોજે ડેમમાં નવા નીર આવતા સપાટીમાં વધારો, ભાદર-1 ના બે દરવાજા ખોલ્યા

રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલુ વરસાદને કારણે વિસ્તારના મુખ્ય ડે

રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલુ વરસાદને કારણે વિસ્તારના મુખ્ય ડેમોમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. ધોરાજી નજીક આવેલા ભાદર-1 ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. વધતા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા ડેમના બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે..ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલા મોજે ડેમમાં 5 ફૂટ નવા પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે ડેમની જળસપાટી 35 ફૂટે પહોંચી છે. ગાયત્રી આશ્રમ ગધેથડ પાસે આવેલા વેણુ-2 ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે 14 ફૂટ નવા નીરની આવક થઈ છે, જે ડેમની સંગ્રહ ક્ષમતાને મજબૂત કરી રહી છે.

આ સમાચાર શેર કરો