VIDEO: બદલાપુરમાં નવી એનસીપી ઓફિસ શરૂ
મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના બદલાપુર ખાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ ના નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના બદલાપુર ખાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ ના નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને સુનેત્રા પવારે રિબન કાપીને ઓફિસનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. સુનેત્રા પવારે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, આ નવું કાર્યાલય સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળવા અને પક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.




