VIDEO: અમદાવાદ સહિત દેશભરમાં આજે NEET PG પરીક્ષા, 2.73 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા
અમદાવાદ સહિત દેશભરમાં આજે PG મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવે

અમદાવાદ સહિત દેશભરમાં આજે PG મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે NEET PG પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં 2.73 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે. પરીક્ષા માટે દેશના 338 શહેરોમાં કુલ 1111 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ 60 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે, જેમાં અમદાવાદમાં 16 પરીક્ષા કેન્દ્રોનો સમાવેશ થાય છે. ઉમેદવારોને કુલ 180 બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો પર કડક સુરક્ષા અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ પણ તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.




